મારા વ્હાલા આપ્તજનો,
જય શ્રી કૃષ્ણ
http://www.raveshias.com આ કોઈ વ્યવસાયલક્ષી વેબ સાઈટ નથી પરંતુ આ રવેશીયા પરિવારની, પરિવાર માટે, પરિવાર દ્વારા બનાવેલી વેબ સાઈટ છે. જેમાં રવેશીયા પરિવારનો વંશ-વેલો, પરિવારનો ઇતિહાસ, વિવિઘ તાહેબારો અને પ્રસંગોએ વડીલોએ સૂચવેલ વિધિ – વહેવાર કરવાની પરંપરા તથા પરિવારજનોને એક છત્ર નીચે લાવવાનો નમ્ર પ્રયાસ છે. જેથી આપણી ભવિષ્યની પેઢી તેનું પાલન કરે અને એ પરંપરા આગળ વધારે!
મારા વડીલ બંધુ સ્વ. શ્રી રસિકભાઈને આ બધી વાતોમાં ખૂબ ખૂબ સક્રિય હતા અને પરિવારના વંશવેલો બનાવવાનું એમનું એક સપનું હતું જેથી નવી અને જૂની પેઢી એકમેકને ઓળખી શકે, સંપર્કમાં રહી શકે અને પરિવારની પરંપરાઓને આગળ વધારી શકે.
એટલે જ આ વેબ સાઇટનું મુખ-પૃષ્ઠ હું મારા મોટા ભાઈશ્રી રસિકભાઈને સમર્પિત કરું છું….
જેમ જેમ મને સમય મળતો જશે તેમ તેમ હું મારું લેખન કાર્ય આગળ વધારતો જઈશ, જ્યારે પણ કોઈ માહિતીમાટે અટકીશ ત્યારે આપ વડીલોનો દરવાજો ખટખટાવીશ અર્થાત સંપર્ક કરીશ! આપ સૌના આશીર્વાદ અને સહકાર થકી જ હું આ ભગીરથ કાર્ય પુરુ કરી શકીશ….
આપનો
હર્ષદ રવેશીયા