Raveshias's Blog

સપ્ટેમ્બર 16, 2011

મારા મૃત્યુને તહેવાર માની, પ્રેમથી ઉત્સવ બધા મનાવજો!!

Filed under: Uncategorized — raveshias @ 2:38 પી એમ(pm)

મારા મૃત્યુ પછી નાં શોક મનાવશો, આનંદ-ઉત્સવ માની આ દિવસ માણજો!

મૃત્યુ જો કુદરતી હોય તો સૌથી પહેલા મારી આંખોનું દાન કરાવજો,

મારા જીવતા તો ઘણાને દેખાતા કર્યાં મારા પછી પણ એ ચાલુ રાખજો!

બની શકે તો કોઈ મેડીકલ કોલેજને મારા દેહનું પણ દાન કરાવજો!!

વૃક્ષો કિંમતી છે પર્યાવરણ માટે, જો જો લાકડા નાં બાળશો,

ઇલેક્ટ્રિક કે પછી ગેસથી અગ્નિદાહ આપજો!!

મૃત્યુ જો કદાચ અકુદરતી હોય તો પછી મૃત્યુ શૈયા અજમાવજો,

કીડની, લીવર, હૃદય અને આંખો મારા જીવતાજ દાન કરાવજો!!

જીવતા કદાચ કોઈને કામ આવ્યો કે નાં આવ્યો,

મારી મૃત્યુ પછી કામ આવવાની વ્યવસ્થા કરાવજો!!

 

અને હવે મારા મૃત્યુ પામવા પછી કોઈ ખોટા ખર્ચ નાં કરાવશો,

નાં શોક સભા કે નાં ઉઠમણું, એવા ખોટા વહેવાર નાં કરાવશો!!

ફક્ત એક દીવો, એક અગરબત્તી કે થોડો ધૂપ પ્રગટાવજો,

ભૂલે-ચૂકે આંખોમાં એક પણ અશ્રુ-બિંદુ નાં લાવશો!!

જેમ રોજ મારી સાથે જમો છો તેમ, ત્યારે પણ ભાવતા ભોજન આરોગજો,

રોજની માફક આઈસ્ક્રીમ અને મિલ્કશેક બનાવી બધાને પીવડાવજો!!

 

નાં બારમું-તેરમું કે પછી વરસી-છમાસીની પ્રથા તમો અપનાવશો,

મારા મૃત્યુને તહેવાર માની, પ્રેમથી ઉત્સવ બધા મનાવજો!!

ભૂલથી પણ દર્દ અને દુખી ગીતો નાં ગવડાવશો,

જન્મ અને મૃત્ય બન્નેની વાસ્તવિકતા સપ્રેમ અપનાવજો!!

નાં સ્વેત વસ્ત્રો પહેરશો કે પછી નાં કોઈ દાગીના ઉતરાવજો,

હસતે મોઢે મારી આખરી વિદાય સુખદ પ્રસંગ બનાવજો!!

 

આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો હતો, આજે પણ ખાલી હાથે જાવ છું,

નથી કોઈ બેંક બેલેન્સ કે નથી કોઈ મોટા વીમા, તમોને ખાલી છોડી જાવ છું,

નીતિના માર્ગપર ચાલી ઈમાનદારીનો માર્ગ અપનાવજો,

એક નિષ્ફળ માનવી, નકામો પતિ, બેકાર બાપ, કડકો સસરો, નાકામ દાદો,

બેસહાય ભાઈ,બગડેલો બનેવી, કલંકિત કાકો, મગજનો ફરેલ મામો,

આ સઘળા વિશેષણો આજે અહી છોડી જાવ છું,

પણ મારી ભાભીનો લાડકો દિયર હતો એ એક વાત યાદ રાખજો!!

સંપથી રહી, સાથે મળી, પ્રેમથી આપ સૌ જીવન વિતાવાજો!!

મારી ભૂલોને તમો બધા મોટા હૃદયથી માફી આપજો!!

મારા મૃત્યુને તહેવાર માની, પ્રેમથી ઉત્સવ બધા મનાવજો!!

 

Create a free website or blog at WordPress.com.